Movie Review: "છોકરી વિનાનું ગામ" કાર્તિકેય ભટ્ટે લખેલી તેમજ તેમના ભાઇ રાજેશ ભટ્ટે ડિરેક્ટ કરેલી ‘છોકરી વિનાનું ગામ’ એ છોકરીઓ વગર શું પરિસ્થિતી સર્જાય છે તેમજ આ પરિસ્થિતી કેવું ગંભીર પરિણામ ઉભું કરી શકે છે. આ વાતને ફિલ્મમાં હળવી રીતે રજુ કરી છે. ફિલ્મ રિવ્યૂઃ છોકરી વિનાનું ગામ રેટિંગઃ 2.5/5 સ્ટાર કાસ્ટઃ અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, હિતેન્દ્ર શાહ, રાજકુમાર, સાહીલ શેખ, હિતાર્થ દવે, દેવામી પંડયા, રક્ષા નાયક, પ્રશાંત બારોટ, કિરણ જોશી ડિરેક્ટરઃ રાજેશ ભટ્ટ નિર્માતાઃ પર્પલ એન્ટરટેનમેન્ટ સંગીતઃ નિસર્ગ ત્રિવેદી પ્રકારઃ કોમેડી વાર્તાઃ ‘અનારપુર’ એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતું ગામ છે. જેમાં એકપણ છોકરી નથી. ગામના પૂર્વજો દ્વારા કરાયેલી ભ્રૂણ હત્યા અને સ્ત્રીઓને આપેલા ત્રાસને કારણે આ ગામમાં કોઇ છોકરી આપવા માટે તૈયાર નથી. આથી ગામના બધા જ યુવાનો કુંવારા છે. ભૂતકાળમાં સ્ત્રીઓને આપેલા ત્રાસથી દુખી થઇ એક સ્ત્રીએ શાપ આપ્યો હતો કે આ ગામમાં છોકરીઓ જન્મશે જ નહીં. ગામમાં એકપણ છોકરી ન હોવાને લીધે યુવાનોની લીલીછમ લાગણીઓ સૂકા ઘાસ જેવી થઇ જાય છે. આ બધા વચ્ચે અચાનક જ ગામમાં એવી સ્થિતિ ઊભી થાય છે જેનાથી સમગ્ર ચિત્ર જ બદલાય જાય છે. છોકરી ન હોવાને લીધે સમાજમાં કેવી તકલીફો ઉભી થાય છે.? શું આ ગામ શાપમાંથી મુક્ત થઇ શકશે.? એ જાણવા માટે તમારે થિયેટરમાં જ જવું પડશે. ડિરેક્શનઃ આ ફિલ્મના ડિરેક્શનની કમાન રાજેશ ભટ્ટે સંભાળી છે. ફિલ્મમાં અનેક જગ્યાએ ગંભીર વાત માર્મિક રીતે રજૂ કરાઇ છે. ફિલ્મના અનેક સીન હાસ્ય સાથે ઇમોશનલ વાતાવરણ ઉભું કરવામાં સફળ રહે છે. જે ફિલ્મ ડિરેક્શનની ખાસિયત છે. સ્ટાર કાસ્ટનું પર્ફોર્મન્સઃ આ ફિલ્મ એક ગંભીર વિષયને અનોખી રીતે લોકો સામે રાખે છે પરંતુ તેના સ્ટાર્સ હળવી શૈલીમાં લોકો સામે રજૂ કરવામાં સફળ રહ્યા છે. સાહિલ શેખ, હિતાર્થ દવે, શ્રીધર જામ્બુકિયા તેમજ ફિલ્મના અન્ય સ્ટારકાસ્ટની એક્ટિંગ પણ વખાણવા લાયક છે. સંગીતઃ ફિલ્મનું મ્યૂઝિક નિસર્ગ ત્રિવેદીએ આપ્યું છે. ફિલ્મનું ટાઇટલ સોંગ ‘છોકરી વિનાનું ગામ’ વાસ્તવિક પરિસ્થિતી દર્શાવે છે તો’રોઇ..રોઇને આંખો થાકી..’ ઇમોશનલ સોંગ છે. આ સિવાય શૂટ કરાયેલું ધૂળેટીનું પ્રેમગીત ‘રંગી નાખ્યો’ ફિલ્મમાં જમાવટ કરે છે. ફિલ્મ જોવી કે નહી.? : છોકરી સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો છે આ સંદેશાને હળવી શૈલીમાં લોકો સામે અસરકારક રીતે રજૂ કરવામાં ફિલ્મ સફળ થઇ છે. એકંદરે ફેમિલી સાથે જોવાલાયક પારિવારિક ફિલ્મ છે. For more details follow us on Facebook, Twitter, YouTube Instagram Team #GFCA

/
0 Comments

via Instagram http://ift.tt/2bq0J8n


You may also like

No comments:

Powered by Blogger.

Featured Post Via Labels

Instagram Photo Gallery